Jakhau No Itihas
જખૌ - એક ઇતિહાસ
આજથી લગભગ 1200 વર્ષ પૂર્વે કચ્છમાં રાજા પુંઅરો નું રાજ્ય હતું , આ પુંઅરો રાજા અત્યંત જુલ્મી અને અભિમાની હતો , તે પોતાની ભોજાઈના મહેંણાં ના કારણે
નખત્રાણા તાલુકામાં પોતાના રાજ્યને શોભે એવો પુંઅરો ગઢ નો પાયો નાખ્યો , આ પુંઅરો ગઢ વિકસવામાં પોતાની પ્રજા અને તેમાં ખાસ કરીને હિન્દૂ સંઘાર જાતીના લોકોપર કારમો ત્રાસ વર્તાવી લૂંટ ફાટ કરી રહ્યો હતો . તેથી આહિન્દૂ સંઘાર જાતિના લોકો આ જુલ્મી રાજવીના ત્રાસથી ત્રાહિમામ પુકારી રહ્યા હતા તેવા સમયે ઈરાનથી ગ્રીક ગોરા 72 જણ પોતાના સફેદ ઘોડા અને સફેદ વસ્ત્રો ધારણ કરી અણધાર્યા આ જખૌ બંદરે ઉતર્યા હતાં.આ ગોરા લોકો શાંતીચાહક અને શસ્ત્રવિદ્યામાં કુશળ હતાં તેથી તેઓએ કચ્છના જુલ્મી રાજા પુંઅરો ને પોતાના અસ્ત્ર વિદ્યાથી મારી નાખ્યો .તેથી સંઘાર લોકોને રાજવીના ત્રાસથી મુક્તિ મળી તેથી આ ગોરા દેવ માનવા લાગ્યા આ ગોરા લોકો શરીરે શ્વેત હતા , અને શ્વેત વસ્ત્ર તેમજ શ્વેત ઘોડાનો ઉપયોગ કરતા હતા તે થી કચ્છના લોકોએ તેમને "યક્ષ " તરીકે વર્ણાવ્યા.આ યક્ષ લોકો પ્રથમ આ બંદરે ઉતર્યા તેથી આ બંદરનું નામ "યક્ષપુરી " રાખવામાં આવ્યું પછી ભાષાકીય અપભ્રંશ થકી જખપૂરી અને પછી "જખૌ" થયું
રાજા વિક્રમ ના દાદા ગધેસિંઘ રાજાના રાજ્ય ની રાજધાની ત્રંબાવટી નગરી જખૌ ના આથમણી બાજુએ હતી જે 2000 વર્ષ પૂર્વે દરિયામાં પુરાઈ ગઈ , દંતકથા પ્રમાણે અત્યારે પણ વર્ષના અમુક દિવસ આ ગઢના કાંગરા દેખાય છે એમ દરિયા ખેડુ કહે છે
આઝાદી પહેલા આ જખૌ બંદરેથી મુંબઈ , કલકત્તા , મદ્રાસ અને કરાચી , બસરા, મસ્કત ઝાંઝિબાર વગૈરે બંદરો સાથે ધીકતો વ્યાપાર હતો ગામ ની વસ્તી 20,000 ની હતી , ક દ ઓ જૈનોની વસ્તી 350-400 જણ ની હતી
પણ સમય વર્તે કંડલા બંદર વિકસિત થયુંને જખૌ બંદર ભાંગી પડ્યું હાલમાં ગામની વસ્તી 3000 ની રહી ગઈ છે અને જૈનોના ફક્ત 15 ઘર અને 50 માણસોની વસ્તી રહી છે ગામના ખંડેરો ભવ્ય ઇતિહાસ ની સાક્ષી પુરવા ઉભા છે
હવે જખૌ મત્સ્ય બંદર તરીકે વિકસિત થયું છે. જખૌની દીવાદાંડી અશિયાખંડ માં સહુથી ઊંચી ગણાય છે.જખૌ બંદરે નમક પકાવવાના કારખાના ઘણાજ વિકસિત થયેલ છે અને મીઠાં નિર્યાતનું કામકાજ જોરમાં ચાલે છે
જખૌ બંદરે કોસ્ટ ગાર્ડ નું મથક તેમજ BSF નું મથક પણ છે
જખૌ નું પરિસર પવનચક્કીઓથી શોભે છે અને ઝાડોનો અભાવ ઢંકાઈ જાય છે
લાખાસર , જહાંગીરા અને મથુરાવાળી તાળાવોથી ગામની પાણીની જરૂરિયાત પુરી થાય છે અને પીવા માટે ગ્રામ પંચાયત તરફથી નળવાટે પાણી પૂરું પાડવામાં આવે છે
આવજાવ માટે સરકારી બસો તેમજ છકડાની વ્યવસ્થા છે અને રીક્ષા અને ટેક્ષીઓ પણ સહેલાઈથી મળી શકે છે
અહીં પાંજરાપોળ પણ સુચારુ રૂપે ચાલે છે.