About Derasar
જખૌ ગામ , કચ્છ અબડાસામાં નલિયાથી લગભગ 15 કિલોમીટર દૂર સ્થિતઃ છે
અહીં એકજ સંકુલમાં 10 ટૂંક થી શોભતું રત્નટુન્ક મહાતીર્થ આવેલ છે.
આજથી 475 વર્ષ પૂર્વે જખૌ માં શ્રી શાંતિનાથજી ભગવાનનું ગૃહ ચૈત્ય હતું
પ.પૂ.મુનિશ્રી રત્નસાગર મ.સા ની પ્રેરણાથી શેઠશ્રી ભીમશી રતનશી લોડાયા અને શેઠશ્રી જીવરાજ રતનશી લોડાયા અને તેમના કુટુંબી જનોએ તીર્થને શોભે તેવું શિખર બંધ જિનાલય બનાવવાનું બીડું ઝડપ્યું , પણ કમનસીબે શેઠશ્રી ભીમશી રતનશી ની મનોકામના પૂર્ણ થવા પહેલા એમનું અવસાન થયેલ, પછી એમના ધર્મ પત્ની પુંજમાં એ જીનાલયનું કામ પૂર્ણ કરાવ્યું અને સાવંત 1905, મહા સુદ પાંચમના શુભ દિને મહાવીરસ્વામી ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી ત્યાર બાદ સવંત 1927 ના મહા સુદ 13ના શુભદિને બીજા દેરાસરમાં શેઠ ભીમશી રતનશી લોડાયા ના ધર્મપત્ની પૂજ્ય શેઠાણી પુંજમાં એ શ્રી સુવિધિનાથ ભગવંત તથા ત્રીજા દેરાસરમાં પૂજ્ય પુંજામાં તથા તેમના માવીત્ર પક્ષે શેઠ ભોજરાજ દેવશી એ મૂળનાયક શ્રી આદિશ્વર ભગવંત ના ચૌમુખજી જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલ જેના ગંભારા ની બહાર બે દેરીઓમાં શેઠશ્રી વર્ધમાન પુનશીએ પ્રતિષ્ઠા કરાવેલ, શા કોરશી ધારશી તથા વરસંગ ધારશી હસ્તે હીરજી વરસંગે બંધાવેલ દેવકુલિકામાં શ્રી મુનિસુવ્રત સ્વામી તથા શા રામજી જેઠાભાઇ એ બંધાવેલ દેવકુલિકામાં શ્રી ગોડિયા પાર્શ્વનાથજી તથા શા હીરજી ઉકેડાભાઈ , શા હંસરાજ જેઠાભાઇ એ બંધાવેલ દેવકુલિકામાં શ્રી ચંદ્રપ્રભુ ભગવંત ની પ્રતિષ્ઠા કરવામાં આવેલ આમ આ ત્રણ ગગનચુંબી જિનાલયોનું નિર્માણ થયું
તદ્દઉપરાંત શા મુરજી કાનજી કાયાણીએ જિનાલય ઉપરની દેવકુલિકામાં શ્રી ચિંતામણિ પાર્શ્વ્ નાથજી અને નીચેની દેવકુલિકામાં શ્રી શામળિયા પાર્શ્વ્ નાથ જીની પ્રતિષ્ઠા સવંત 1949 ના મહાસુદ 13 ના દિવસે કરાવી
શ્રી જખૌ કચ્છી દશા ઓસવાલ જૈન મહાજન ના નામે પ્રસિધ્ધ પામેલ દેવકુલિકાઓમાં સવંત 1905 માં સર્વ પ્રથમના મૂળનાયક શ્રી શાંતિનાથજી ભગવંત ની , સવંત 1936માં દાદાશ્રી કલ્યાણસાગરજીની તથા સવંત 1952 માં શ્રી ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ.
સવંત 2027 માં આ રત્નટુન્ક જૈન દેરાસરનો સંપૂર્ણ જીર્ણોધ્ધાર શ્રી અનંતનાથજી જૈન દેરાસર ટ્રસ્ટ, મુંબઈ ના આર્થિક સહકારથી થયેલ જેઠ સુદ 11 ના દિવસે પ્રભુજીના પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલ , ત્યારથી આ દેરાસરજી નો ધજા ઉત્સવ દર વર્ષે જેઠ સુદ 11 ના દિવસે ઉજવાય છે , ત્યારે 1100 જખૌ વાસીઓની હાજરી વચ્ચે 18 દિવસનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવેલ, અને પરોણા મૂર્તિઓ માટે દસમી ટૂંક નું નિર્માણ કરવામાં આવેલ પ્રતિષ્ઠા ના દિવસે તો 1500 માણસોની હાજરી હતી
આમ જાણે આ બેનમૂન જિનાલયો અને દેવકુલિકાઓનો ગુચ્છ શ્રી રત્નટુન્ક જૈન દેરાસર ના નામે પ્રસિધ્ધ થયો અને અબડાસાની મોટી પંચ તીર્થી માં મોખરાનું સ્થાન ધરાવતો થયો
વર્તમાનમાં આ જિનાલય શ્રી જખૌ ક દ ઓ જૈન મહાજન ની દેખરેખ હેઠળ શ્રી જખૌ રત્નટુન્ક જૈન દેરાસર અને તેના સાધારણ ફંડ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અહીં સાધુ સાધ્વી જી માટે અલગ ઉપાશ્રય ની સગવડ છે.તેમજ વિશાળ વ્યાખ્યાન હોલ માં મહાકાલી માતા તેમજ ચક્રેશ્વરી માતા બિરાજમાન છે, તેમજ શ્રીપુજ્ય ની ગાદી ને બધા ભક્તિભાવ પૂર્વે નમે છે અહીંની જ્ઞાનશાળા પ્રાચીન દુર્લભ હસ્તલિખીત ગ્રંથોના સંગ્રહ માટે વખણાય છે
અહીં અતિથિગૃહ અને ભોજનાલય ની સગવડતા છે
પ્રતિવર્ષે હજારો યાત્રિકો દેશ વિદેશથી અહીં દર્શન , પૂજા નો લાભ લેવા પધારે છે તેમજ ચાતુર્માસાર્થે સાધુ - સાધ્વી મ.સા નિશ્રા આપે છે