SHRI JAKHAU
RATNA TAUK JAIN
TEMPLE

જખૌ ગામ , કચ્છ અબડાસામાં નલિયાથી લગભગ 15 કિલોમીટર દૂર સ્થિતઃ છે અહીં એકજ સંકુલમાં 10 ટૂંક થી શોભતું રત્નટુન્ક મહાતીર્થ આવેલ છે.
View more

Jakhau Tirthni Visheshtao


      જખૌ તીર્થની વિશેષતાઓ 
 

1.     નવટૂંક નું બાંધકામ એવીરીતે કરેલ છે જે એક વાર પગથિયાં ચડ્યા પછી નવટૂંકનાં દર્શન બાદ નીચે ઉતરાય એટલે ક્યાંય દર્શન કરવાનું રહી જવા પામતું નથી 

2.     મહાવીર સ્વામી જિનાલય ની સામેજદેવકુલિકામાં  એમના ગણધર ગૌતમસ્વામીની સિદ્ધ અવસ્થામાં બીરાજમાન  છે જ્યાંથી એકબીજાની દૃષ્ટી મળતી રહે   

3.     રાત્રે દરેક શિખરોપર મોરલાઓ બેસી તીર્થની શોભા વધારે છે 

4.     સુવિધિનાથ  જિનાલય ના રંગ મંડપ ની  કોતરણી કામ તેમજ પાયાથી શિખર સુધીનું કોતરણી કામ  જોવા લાયક છે 

5.     અહીં રત્ન સ્ફટિકની બે પ્રતિમાજીઓ તેમજ  એક સુવર્ણ પ્રતિમા મુખ્ય ગંભારા માં બિરાજમાન છે 

6.     અહીંના જ્ઞાન ભંડારમાં પ્રાચીન દુર્લભ હસ્ત લિખિત ગ્રથોનો સંગ્રહ છે 

7.     અહીં અતિથિગૃહમાં હાલ માંજ નૂતનીકરણ કરેલ  આધુનિક સગવડતા સાથેના 10 સેલ્ફ કન્ટેન્ટ રૂમોની સગવડ છે, ગરમ પાણીની સગવડ છે  તેમજ 30-35 જણનો  સમાવેશ થાય એવો મોટો હોલ છે તેમજ 10 વ્યક્તિઓનો સમાવેશ થાય એટલો નાનો હોલ છે 

8.     હવાફેર કરવા 2 સેનોટોરિયમ ની રૂમો છે 

9.     અતિથિગૃહના ચોગાનમાં સવારના મોરલાઓ નૃત્ય કરતા હોય છે.

10.  ભોજનશાળા એક સાથે 100 માણસો જમી શકે એટલી વિશાળ છે 

11.  સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રંગમંચ ની સગવડ ચોગાનમાં છે.

12.  બસ અને કાર ની પાર્કિંગ વ્યવસ્થા છે 

13.  બધી સગવડો  એકજ સંકુલ માં છે.